gujarat24

રાજકોટના કોન્ટ્રાક્ટરનું કુંભસ્નાન કર્યા બાદ શ્વાસ ચડતાં મૃત્યુ, પત્ની સાથેની ધાર્મિક યાત્રા જિંદગીની અંતિમ સફર બની

Mahakumbh Mela 2025: રાજકોટમાં રહેતા PGVCLના કોન્ટ્રાકટર પત્ની સાથે પ્રયાગરાજ ગયા હતા. ત્યાં અચાનક શ્વાસ ચડ્યા બાદ તબિયત લથડતા રાયબરેલી હોસ્પીટલે ખસેડ્યા હતાં. ત્યાં મૃત્યુ નીપજતા પત્ની સાથેની પવિત્ર યાત્રા જિંદગીની અંતિમ સફર બની રહી હતી.

સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.

રાજકોટના બજરંગવાડીમાં રહેતા અને PGVCLના કોન્ટ્રાકટર તરીકે કામ કરતા કિરીટસિંહ રણજીતસિંહ રાઠોડ ઉ.53 પત્ની લતાબેન અને મિત્ર લક્ષ્મણગીરી સાથે ગત 24 તારીખે અમદાવાદથી અયોધ્યા પહોચ્યા હતા. ત્યાંથી પ્રયાગરાજ કુંભ સ્નાન કર્યા બાદ તબિયત લથડી હતી. રાયબરેલી હોસ્પીટલમાં એડમિટ કર્યા હતા. ત્યાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. પત્ની સાથેની ધાર્મિક યાત્રા જિંદગીની અંતિમ સફર બની રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *