Surat News: વરાછામાં લગ્નના અજબ-ગજબ કિસ્સાએ ચર્ચા જગાવી છે. માતાવાડી ખાતે આવેલી વાડીમાં બિહારી સમાજના લગ્ન પ્રસંગમાં જમવાનું ખૂટી પડતા રંગમાં ભંગ પડી ગયો હતો. વર અને કન્યા પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા વરરાજા અંતિમ ઘડીએ લગ્નનો ઈન્કાર કરી જાન લઈ પરત ફરી ગયા હતા. ભર લગ્નમંડપમાં જ જાણે દુઃખોનો પહાડ તૂટી પડયો હોય તેમ કન્યા પક્ષ આખરે ન્યાયની આશા સાથે પોલીસ મથકે પહોંચ્યો હતો. વરાછા પોલીસે આખરે બંને પક્ષ વચ્ચે મધ્યસ્થી કરતા મધરાત્રે પોલીસ મથકે જ રાજીખુશીથી વર-કન્યાના લગ્ન સંપન્ન થયા હતા.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
ડીસીપી આલોક કુમારે જણાવ્યું કે, લગ્નમાં જમવાનું ખૂટી પડતા જાન પાછી પરત ફરી હતી. કન્યા તેના પરિવારજનો સાથે મદદની પોકાર સાથે પોલીસ મથકે આવી હતી. એક દીકરીની જિંદગી નહિ બગડે તે માટે પોલીસે મધ્યસ્થી કરી હતી. બંને પક્ષને સમજાવી-કાઉન્સેલિંગ કરી સમાધાન કરાવ્યું હતુ. આખરે કન્ય પક્ષની સંમત્તિથી પોલીસ મથકમાં જ લગ્ન પૂર્ણ કરાયા હતા.