Surat News: સુરતના સચીન વોર્ડ નંબર 30ના ભાજપ મહિલા મોરચા પ્રમુખ દિપીકા પટેલે આજે રવિવારે બપોરે રહસ્યમય સંજોગોમાં ગળે ફાંસો ખાઈ લેતા ચકચાર મચી જવા સાથે અનેક પ્રકારની શંકા-કુશંકા વહેતી થઈ હતી. દિપીકા પટેલના સંબંધીઓએ તેની હત્યાની આશંકા વ્યક્ત કરતા પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
પોલીસ અધિકારીએ કહ્યું કે, દિપીકા પટેલે કોર્પોરેટર ચિરાગ સોલંકીને ફોન કરીને કહ્યુ કે હું ટેન્શનમાં છું, પછી ફોન કટ નાખ્યો હતો. બાદમાં ચિરાગે તેને ફોન કરતા રિસીવ કર્યા ન હતા. જેથી ચિરાગ તેના ડોકટર મિત્ર સાથે ઘરે ગયો હતો. ત્યારે તેના ઘરે એક પુત્ર હાજર હતો. તેઓ એ દિપીકાના રૂમનો દરવાજો ખખડાવ્યો હતો. પણ અંદરથી કોઈ જવાબ નહીં મળતા દરવાજો તોડીને અંદર ગયા હતા. ત્યારે તે ફાંસો ખાધેલી હાલતમાં હતી. જેથી તેણે સ્યુસાઈડ કર્યું હતું. તેના પતિ સાથે અમારી વાતચીત થઈ હતી. જેમં પતિએ કોઈ એલીગેશન કર્યા નથી.
દિપીકા પટેલે બપોરે આત્મહત્યા કર્યા બાદ સચીન વોર્ડ નં. ૩૦ના કોર્પોરેટર ચિરાગ સોલંકી તેમના ઘરે સૌથી પહેલા જતા હોય તેવા સીસીટીવી ફૂટેજ વાયરલ થયાં છે અને ત્યારબાદ કેટલાક લોકો ચિરાગ સોલંકી સામે આક્ષેપ કરી રહ્યાં છે કે તેઓએ પોલીસને જાણ કર્યા વિના મૃતદેહનો ઉતાર્યો હતો. આ ઉપરાંત તેમની સામે અન્ય આક્ષેપ પણ થઈ રહ્યાં છે. આ અંગે ચિરાગ સોલંકીએ કહ્યું કે, મારી અને દિપીકા વચ્ચે ભાઈ-બહેનના સંબંધ હતા. લોકો ખોટા આક્ષેપ કરે છે. દિપિકાના પતિ પણ મારી સાથે બેઠા હતા. મેં જ સૌથી પહેલા પોલીસને જાણ કરી હતી.