gujarat24

Vadodara News: વડોદરા શહેર-જિલ્લામાં યોજાયેલ નેશનલ લોક અદાલતમાં 38876 કેસોનો સુખદ ઉકેલ

National Lok Adalat held in Vadodara: વડોદરા જિલ્લા કાનૂની સેવા સતા મંડળ દ્વારા નેશનલ લીગલ સર્વિસિસ ઓથોરિટીના નેજા હેઠળ ગુજરાત સ્ટેટ લિગલ સર્વિસિસ ઓથોરીટીના માર્ગદર્શન હેઠળ તેમજ વડોદરાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ અને ડિસ્ટ્રિક્ટ લિગલ સર્વિસ ઓથોરિટીના ચેરમેન જે. એલ. ઓડેદરાની અઘ્યક્ષતામાં આ વર્ષની ત્રીજી મેગા નેશનલ લોક અદાલતનું શનિવારે યોજાઈ હતી.

વડોદરા શહેર જિલ્લાની કોર્ટમાં યોજાયેલ નેશનલ લોક અદાલતમાં 38,876 કેસોનો સુખદ ઉકેલ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં લોક અદાલતમાં સમાધાનથી રૂપિયા 100,68,45,504/- રકમનું સેટલમેન્ટ કરવામાં આવ્યું હોવાનું વડોદરા જિલ્લા કાનુની સેવા સતા મંડળના સેક્રેટરી વિશાલ ગઢવીએ જણાવ્યું છે.

આ લોક અદાલતમાં કુલ 41,487 કેસો મુકવામાં આવ્યા હતા. જેમાંથી મોટર અકસ્માતના કુલ 135 કેસો, એન.આઈ. એટકના કુલ 2925 કેસો મળી સમાધાન લાયક કુલ 3762 કેસોમાં સમાધાન થયું છે. 35,114 કેસ સ્પેશિયલ સિટીંગ સહિત વડોદરા જિલ્લાના પેન્ડીંગ કેસોમાંથી કુલ 38,876 કેસોનો ઉકેલ કરવામાં આવ્યો છે.

હજુ સુધી કોર્ટમાં નથી આવ્યા તેવા પ્રિલીટીગેશનના કેસો જેવા બેન્કોના બાકી લેણાં, ગેસ બીલ, બીલ ચુકવણીના તથા ટ્રાફીક ચલણના કેસો મળી કુલ 19,792 કેસમાં સમાધાનથી પૂર્ણ કરવામાં આવ્યા છે. લોક અદાલતની જાગૃતતાથી ટ્રાફીક નિયમ ભંગના બાકી નીકળતા કુલ 17,183 ચલણની રકમ ભરપાઈ થઈ છે.

આ લોક અદાલતમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, વડોદરાની કોર્ટમાં 14 વર્ષ જુના પારિવારિક મિલકતના વિભાજનના સિવિલ દાવા અને સાવલી ખાતે પ્રિન્સીપાલ સીવીલ કોર્ટમાં 18 વર્ષ જુના વિવાદના ત્રણ સિવિલ દાવામાં સમાધાન થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *