Haryana Vidhan Sabha Election Results: હરિયાણામાં આ વખતે ભાજપને જીતની હેટ્રિકની આશા છે, જ્યારે કોંગ્રેસ એક દાયકા પછી સત્તામાં પાછા આવવાની આશા રાખી રહી છે. આ ચૂંટણીમાં મુખ્યત્વે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, ઇનેલો-બસપા અને જેજેપિ-આઝાદ સમાજ પાર્ટી સામેલ છે. મતગણના સવારના આઠ વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. હરિયાણામાં થયેલ ચૂંટણીમાં આજે મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીથી ભુપેન્દ્ર સિંહ હુડ્ડા અને કોંગ્રેસની વિનેશ ફોગાટના ભવિષ્યનો નિર્ણય થશે.
હરિયાણાની ચૂંટણીનું પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો.
હરિયાણામાં ગત 5 ઓક્ટોબરે એક જ તબક્કામાં મતદાન થયું હતું. આ વખતે હરિયાણા ચૂંટણીમાં 67.9% મતદાન થયું હતું. એલનાબાદમાં સૌથી વધુ 80.61% અને બડખલમાં સૌથી ઓછું 48.27% મતદાન થયું છે. જ્યારે લોકસભા ચૂંટણીમાં 64.8% મતદાન થયું હતું.