દેશમાં વકફ બોર્ડ મુદ્દે ભારે વિવાદ ચાલી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા વકફ કાયદામાં સુધારા માટેનું બિલ જેપીસીને મોકલાયેલું છે. આવા સમયે આંધ્ર પ્રદેશ સરકારે પાછલી જગન મોહન સરકારે બનાવેલા વકફ બોર્ડને ભંગ કરી દીધું છે. ચંદ્રાબાબુ સરકાર હવે નવું વકફ બોર્ડ બનાવશે.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
રાજ્યના કાયદા અને લઘુમતી કલ્યાણ મંત્રી એન. મોહમ્મદ ફારુકે જણાવ્યું કે, આ સંબંધમાં શનિવારે જ આદેશ આપી દેવાયા છે. ચંદ્રાબાબુ નાયડુ સરકારે પાછલી સરકાર દરમિયાન લઘુમતી કલ્યાણ વિભાગે જાહેર કરેલો જીઓ-47 રદ કરતા જીઓ-75 જાહેર કર્યો છે. તેને પાછો લેવા માટે ટે અનેક કારણ ગણાવ્યા છે.
જૂનું બોર્ડ ભંગ કરવા માટેના કારણ ગણાવતા ચંદ્રાબાબુ સરકારે કહ્યું કે, જગન સરકારે બનાવેલા વકફ બોર્ડ વિરુદ્ધ 13 રીટ અરજીઓ દાખલ કરાઈ હતી. સુન્ની અને શિયા સમુદાયોના સ્કોલર્સને કોઈ પ્રતિનિધિત્વ નથી. બોર્ડમાં પૂર્વ સાંસદોનો સમાવેશ કરાયો નથી. બાર કાઉન્સિલ શ્રેણીથી જુનિયર વકીલોની યોગ્ય માપદંડો વિના પસંદગી કરાઈ હતી. જેના કારણે કેસો દાખલ કરનારા વરિષ્ઠ વકીલોના હીતોનો સંઘર્ષ થતો હતો.