Ayodhya Ram Mandir: શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં શ્રી રામલલાને વિરાજમાન થયે વર્ષ પૂર્ણ થવાને આરે છે. ત્યારે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે પ્રતિષ્ઠા દ્વાદશી સમારોહ ઊજવવાનું આયોજન કર્યું છે. આને ધ્યાનમાં રાખીને મંદિર નિર્માણનું બાકી કામ ધમધોકાર ચાલી રહ્યું છે. સાથે જ, પરકોટામાં શિવમંદિર, સૂર્યમંદિર, દુર્ગામાતા મંદિર, ગણેશ મંદિર, અન્નપૂર્ણા મંદિર અને હનુમાન મંદિરનાં રૂપ પણ નિખરી આવ્યાં છે.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
મહત્ત્વનું છે કે, આ મંદિરોના નિર્માણકાર્યમાં ગુણવત્તાનું પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આ મંદિરોના નિર્માણમાં ઊર્જા અને ઉત્તરાદાઈત્વનો સમન્વય જોવા મળી રહ્યો છે. મંદિર નિર્માણનાં કાર્યની દેખરેખ રાખનારાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટે આ મંદિરોની કાર્યપ્રગતિની તસવીરો પ્રસિદ્ધ કરી છે.