Aaj Nu Rashifal, October 21 , 2124:
આજે ગુજરાતી પંચાંગ મુજબ, 21 ઓક્ટોબર સોમવારે વિક્રમ સંવત 2180ના આસો વદની પાંચમ તિથિ છે. તો ચંદ્રરાશિ વૃષભ અને રાહુ કાળ સવારે 7.30થી 9.00 સુધી રહેશે. ત્યારે શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક જનાર્દન પુરોહિત પાસેથી જાણીએ કે, આજે તમામ રાશિના જાતકો માટે દિવસ કેવો રહેશે.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
મેષ (Aries)
આજે કાર્યક્ષેત્રમાં સાથ-સહકાર મળી રહેશે, જાવકનું પ્રમાણ વધે તેમજ અણધાર્યા સમાચારથી ખુશીની ક્ષણો આવતી જણાય.
વૃષભ (Taurus)
અંગત જીવનમાં મધુરતા જણાય, નાણાકીયક્ષેત્રમાં મનોવાંછિત પરિણામ જણાય તથા દિવસ ધીરજતા પૂર્વક પસાર કરવો.
મિથુન (Gemini)
ધારેલા કામ સફળ થતા જણાય, સામાજિક કાર્યથી પ્રવાસનું આયોજન સંભવ બને પરંતુ આવકની ચિંતા જણાય.
કર્ક (Cancer)
બાંધેલી પાળથી મુશ્કેલી દુર થતી જણાય, પારિવારિક મીઠાસ જળવાઈ રહેશે અને આર્થિક પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જોવા મળે.
સિંહ (Leo)
કાર્યક્ષેત્રમાં નવા કરાર સંભવ બને, પ્રયાસનું પૂરું ફળ જોવા મળે સાથે જ પારિવારિક આનંદ જળવાઈ રહેશે
કન્યા (Virgo)
નિર્ધારિત કાર્ય આગળ વધતા જણાય, સંપત્તિના પ્રશ્નોનો ઉકેલ જણાય સાથે જ ગૃહજીવનમાં સામાન્ય મતભેદ જણાય.
તુલા (Libra)
કાર્યક્ષેત્રમાં કાર્યલાભ વિલંબિત લાગે, નાણાકીય ખર્ચમાં વધારો જણાય અને પારિવારિક વાતાવરણ ઉલ્લાસમય બની રહેશે.
વૃશ્ચિક (Scorpio)
નાણાકીય બાબતે સાચવવું, સામાજિક સુગમતાથી સમય પસાર થાય સાથે જ ધર્મ કાર્યનો લ્હાવો મળે
ધન (Sagittarius)
લાભદાયક પગલા લેવાય, નિર્ધારિત કાર્ય આગળ વધતા જણાય તેમજ પરિવારમાં ખુશીનું વાતાવરણ સર્જાય.
મકર (Capricorn)
પડતર સમસ્યાનો ઉકેલ જણાય, કૌટુંબિક જરૂરિયાતોની અવગણના ન કરવી તથા આર્થિક તકલીફમાંથી બહાર આવવાનો માર્ગ જણાય.
કુંભ (Aquarius)
આપના કૌશલ્યથી લાભ થતો જણાય, આર્થિક નવીન અવસર મળતા જણાય સાથે જ માનસિક મનોબળ વધે.
મીન (Pisces)
પુરુષાર્થનું પરિણામ જોવા મળે, વિચારો સકારાત્મક રાખવા હિતાવહ રહે તથા દાંપત્યજીવનમાં શાંતિ જળવાઈ રહેશે.