Aaj Nu Rashifal , November 1, 2024:
આજે ગુજરાતી પંચાંગ મુજબ, 1 નવેમ્બર શુક્રવારે વિક્રમ સંવત 2380ના આસો વદની અમાસ તિથિ એટલે કે દિવાળી છે. તો ચંદ્રરાશિ કન્યા અને રાહુ કાળ બપોરે 12:04થી 01:27 સુધી રહેશે. ત્યારે શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક જનાર્દન પુરોહિત પાસેથી જાણીએ કે, આજે તમામ રાશિના જાતકો માટે દિવાળીનો દિવસ કેવો રહેશે.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
મેષ
આજે શુક્રવારના દિવસે સંબંધોમાં મધુરતા જળવાઈ રહે, આપના ધારેલા કાર્ય આગળ વધે, વિચારો સકારાત્મક રાખવા.
વૃષભ
ધનનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકશો, વિવાદથી અંતર જાળવવું, બદલાતા હવામાનને લગતી બીમારી પરેશાન કરી શકે છે.
મિથુન
આપની મહેનત રંગ લાવતી જણાય, ગૃહજીવનમાં સંવાદિતા જણાય, મોસાળમાંથી સારા સમાચારની પ્રાપ્તિ સંભવ બને.
કર્ક
ન બોલવામાં નવ ગુણ સમજવા, વૈવાહિક જીવન અંગેનાં પ્રશ્નો હલ થતા જણાય, ઉધાર ઉછીના ના કરવા હિતાવહ છે.
સિંહ
લોકો તરફ ઉદાર અભિગમ કેળવવો, ધંધામાં સાહસ કરવાનુ વિચારવુ નહીં, સામાજિક સમસ્યા દૂર થતી જણાય.
કન્યા
અણધાર્યા ખર્ચ આપના પર આર્થિક દબાણ સર્જે, પારિવારિક સુખ ઉત્તમ જણાય, આરોગ્ય સારું રાખવા યોગ્ય પ્રયાસ જરૂરી.
તુલા
પ્રતિસ્પર્ધીઓ ઉપર વિજય મળતા જણાય, લગ્નજીવનમાં ખુશીઓ આવશે, યજ્ઞ-યાગાદિનું આયોજન સંભવ.
વૃશ્રિક
ભૌતિક સુખમાં વધારો થતો જોવા મળે, નવા આર્થિક માર્ગ જણાય, કાર્યક્ષેત્રમાં સંવાદિતા જણાય.
ધન
વ્યવહારિક સફળતા મળતી જણાય, કાર્યક્ષેત્રમાં કર્મચારીનો સહયોગ સારો મળી શકે, વાદ વિવાદથી બચવુ.
મકર
આર્થિક માર્ગમાં ખાતર પર દીવેલ થતું જણાય, પારિવારિક શાંતિ જળવાઈ રહેશે, ટૂંકા પ્રવાસનું આયોજન સંભવ.
કુંભ
નાણાકીય સામાન્ય સમસ્યા જણાય, સામાજિક માન સમ્માન વધે, મોસાળમાંથી સારા સમાચારની પ્રાપ્તિ સંભવ.
મીન
પારિવારિક યાત્રા-પ્રવાસ સંભવ, મધ્યાહન બાદ અપૂરતા કાર્ય પૂર્ણ થતા જણાય, આરોગ્ય અંગે સાનુકુળતા જણાય.