gujarat24

આજનું રાશિફળઃ આ રાશિના જાતકોને ધાર્યા પરિણામ મળી શકે, જાણો તમારું આજનું રાશિફળ

Aaj Nu Rashifal, October 12 , 2024

આજે મા આદ્યશક્તિની આરાધનાના પર્વ શારદીય નવરાત્રિનું નવમું નોરતું અને વિજયા દશમી પર્વ ઉજવાઈ રહ્યો છે. આજે ગુજરાતી પંચાંગ મુજબ, 12 ઓક્ટોબર શનિવારે વિક્રમ સંવત 2080ના આસો સુદ ​​​​​​પક્ષની નોમ-દશમ તિથિ છે. તો ચંદ્રરાશિ મકર અને રાહુ કાળ સવારે 09:13થી 10:40 સુધી રહેશે. ત્યારે શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક જનાર્દન પુરોહિત પાસેથી જાણીએ કે, આજે તમામ રાશિના જાતકો માટે દિવસ કેવો રહેશે.

સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.

મેષ (Aries)

આજે દશેરાના દિવસે આર્થિક ભાર દૂર થતો જોવા મળે, મનમાં ધારેલું કાર્ય આગળ વધતું જણાય અને સમયનો સદ્ ઉપયોગ કરવો હિતાવહ.

વૃષભ (Taurus)

પારકા કજિયા ઉછીના ન લેવાય તે ધ્યાનમાં રાખવું, નાણાકીય વ્યય વધારે જણાય તથા આરોગ્ય સાચવવું.

મિથુન (Gemini)

સામાજિક કાર્યોમાં કીર્તિ મળતી જણાય, ગૃહસ્થજીવન આનંદમય રહે અને વિરોધી સામે પ્રગતિ જણાય.

કર્ક (Cancer)

ઓછી મહેનતે ધાર્યા પરિણામની પ્રાપ્તિ સંભવ બને, નવા આર્થિક માર્ગ જણાય અને તંદુરસ્તી સચવાય.

સિંહ (Leo)

વ્યવહારિક પ્રશ્નોનું નિરાકરણ સંભવ, ભાગીદારીનાં કાર્યોમાં સાવધાની રાખવી તેમજ કૌટુંબિક મતભેદથી સાચવવું.

કન્યા (Virgo)

મનના વિચારોને અમલી મુકવામાં વિલંબના કરવો, આપના કાર્યોની પ્રસંશા થાય તથા આરોગ્ય સંભાળ લેતું જણાય.

તુલા (Libra)

તકરારી કાર્યોથી દુર રહેવું હિતાવહ, દાંપત્યજીવનમાં ઉમંગ અને ઉલ્લાસની અનુભૂતિ સંભવ તથા આરોગ્ય સારું રહે.

વૃશ્રિક (Scorpio)

ધાર્યા પ્રમાણે ફળ ન મળે તો નિરાસ ના થવું, મૂડીરોકાણમાં લાભ જણાય તથા મોસાળમાંથી સારા સમાચારની પ્રાપ્તિ સંભવ.

ધન (Sagittarius)

આર્થિક રોકાણમાં સાહસ અનિવાર્યપણે જ કરવું, રચનાત્મક વિચાર આવે અને સત્કાર્યમાં દિવસ પસાર થતો જણાય.

મકર (Capricorn)

પોતાના મનની વાત મૂકવામાં સંકોચ ના કરવો, આવેશ ઉપર કાબુ રાખવો તેમજ નાણાંની લેવડ-દેવડ કરતી વખતે વિચારવું.

કુંભ (Aquarius)

કોઈ આર્થિક સમસ્યાનો હલ જોવા મળે, કાર્યક્ષેત્રમાં ધરેલી સફળતા જણાય સાથે જ શુભ કાર્યોની શરૂઆત થતી જણાય.

મીન (Pisces)

અણધારી સહાય આપની નાવને કિનારે લગાવવા મદદરૂપ થશે, ખર્ચ પર કાબુ રાખવો તેમજ સ્વાસ્થ્ય સાચવવું હિતાવહ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *