Aaj Nu Rashifal, October 26 , 2024:
આજે ગુજરાતી પંચાંગ મુજબ, 26 ઓક્ટોબર શનિવારે વિક્રમ સંવત 2380ના આસો વદની દશમ તિથિ છે. તો ચંદ્રરાશિ કર્ક અને રાહુ કાળ બપોરે 10:30થી 12:00 સુધી રહેશે. ત્યારે શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક જનાર્દન પુરોહિત પાસેથી જાણીએ કે, આજે તમામ રાશિના જાતકો માટે દિવસ કેવો રહેશે.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
મેષ (Aries)
આજે કૌટુંબિક સમરસતા જળવાઈ રહે, કાર્યક્ષેત્રમાં હરીફવર્ગથી સાચવવું તથા ઉતાવળિયો નિર્ણય નુકશાન કરાવી શકે છે.
વૃષભ (Taurus)
ઉજળું એટલું દૂધ નહિ ધ્યાનમાં રાખી ચાલવું, કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી મળી શકે તેમજ ગેરસમજ મનદુઃખ ટાળવા.
મિથુન (Gemini)
સમજી વિચારીને નિર્ણય લેવો, કાર્યક્ષેત્રમાં અધિકારીઓનો સહયોગ સારો મળે તેમજ પારિવારિક શાંતિ જળવાઈ રહેશે.
કર્ક (Cancer)
નાણાકીય રોકાણ સાચવીને કરવું, વિચારો સકારાત્મક રાખવા તેમજ મોસાળપક્ષથી સારા સમાચારની પ્રાપ્તિ સંભવ.
સિંહ (Leo)
વ્યવસાયિક આયોજન પરિપૂર્ણ થાય, આર્થિક વ્યવહારમાં સાચવવું તથા સત્કાર્યમાં દિવસ પસાર થાય.
કન્યા (Virgo)
કાર્યક્ષેત્રમાં ધાર્યો લાભ જણાય, રોકાયેલા કાર્યો કોઈની સહાયથી પૂરા થતા જણાય અને આવકમાં સકારાત્મકતા જણાય.
તુલા (Libra)
આપની લાગણીઓને મહત્વ મળે, આવકના નવા સ્રોતોનું નિર્માણ જણાય તેમજ આધ્યાત્મિકક્ષેત્રે દિવસ પસાર થતો જણાય.
વૃશ્ચિક (Scorpio)
કાર્યક્ષેત્રમાં તમારા લક્ષ્યો મેળવવા વધારે પરિશ્રમ કરવો પડે, આવકનું પ્રમાણ જળવાઈ રહે સાથે જ વાદ-વિવાદ ટાળવો.
ધન (Sagittarius)
નવસર્જનના વિચારો આવે, આર્થિક માર્ગોમાં કઠિન સમય હળવો બનતો જણાય તેમજ ધર્મકાર્ય સંભવ.
મકર (Capricorn)
મનની મુંજવણો દુર થતી જણાય, નાણાકીય નવી તકનું નિર્માણ સંભવ અને કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી મળી શકે.
કુંભ (Aquarius)
ધન સંચય કરવો, અંગત જીવનમાં મધુરતા જળવાઈ રહેશે અને કાર્યક્ષેત્રમાં તમારા કાર્યને સન્માન મળે.
મીન (Pisces)
ભાગ્યનો સાથ મળે, નવીન કાર્યરચના સંભવ અને આવક કરતાં જાવક વધી ન જાય તેનું ધ્યાન રાખવું.