gujarat24

આજનું રાશિફળઃ આ રાશિના જાતકોએ નાણાકીય ખર્ચ વ્યયમાં સાવધાની રાખવી, જાણો કેવો રહેશે તમારો ધનતેરસનો દિવસ

Aaj Nu Rashifal , October 29 , 2024:
આજે ગુજરાતી પંચાંગ મુજબ, 29 ઓક્ટોબર મંગળવારે વિક્રમ સંવત 2380ના આસો વદની તેરસ તિથિ છે. તો ચંદ્રરાશિ કન્યા અને રાહુ કાળ બપોરે 15:00થી 16:30 સુધી રહેશે. ત્યારે શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક જનાર્દન પુરોહિત પાસેથી જાણીએ કે, આજે તમામ રાશિના જાતકો માટે દિવસ કેવો રહેશે.

સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.

મેષ
આજે ધનતેરસના દિવસે સકારાત્મક અભિગમ રાખવો, ઉતાવળિયો નિર્ણય નુકશાન કરાવી શકે સાથે જ દાન પુણ્યનોલ્હાવો મળે.

વૃષભ
અમુક પ્રશ્નોમાં વ્યર્થ કોશિશ જણાય પરંતુ કાર્યક્ષેત્રમાં ધારેલી સફળતા મળે અને નવસર્જનના વિચારો આવે.

મિથુન
નાણાકીય ખર્ચ વ્યયમાં સાવધાની રાખવી, વાણી પર કાબુ રાખવો અને કોઈ નવી તકનું નિર્માણ થતું જણાય.

કર્ક
વૈચારિક મતભેદથી સાચવવું, કાર્યક્ષેત્રમાં લાભદાયક પગલા લેવાય સાથે જ વાહન મકાન અંગેના પ્રશ્નોનું નિરાકરણ જણાય.

સિંહ
અમુક પ્રશ્નોમાં વ્યર્થ કોશિશ જણાય પરંતુ મધ્યાહન બાદ કોઈ સારા સમાચારની પ્રાપ્તી સંભવ અને સ્વાસ્થ્ય સારું જણાય.

કન્યા
નાણાકીય સ્થિતિ બે પાંદડે થતી જણાય, કાર્ય અંગેનો પ્રવાસ સફળ રહે અને શારીરિક ઊર્જાની સામાન્ય ઊણપ જણાય.

તુલા
સામાજિક કાર્યોમાં યશ કીર્તિ મળતી જણાય, આર્થિક લેવડ દેવડ વિચારીને કરવી અને સત્કાર્યમાં દિવસ પસાર થાય.

વૃશ્રિક
મહત્વના કાર્ય પ્રત્યે ઉત્સાહ જાળવી રાખવો, મિત્ર કે સ્નેહીજન સાથે સારો સમય પસાર થાય અને નાણાકીય સમસ્યાનો હલ જણાય.

ધન
નાણાકીય પ્રશ્નોમાં સાવધાન રહેવું પડશે, અંગત બાબતો પાર પડે સાથે જ સ્વાસ્થ્ય સાચવવું હિતાવહ રહે.

મકર
નવા સંબંધની શરૂઆત સંભવ, વ્યવહારિક પ્રશ્નોનું નિરાકરણ જોવા મળે સાથે પારિવારિક ચિંતા હળવી થતી જણાય.

કુંભ
સંવેદનશીલ બાબતોમાં ધીરજ જાળવવી પડશે, કાર્યસ્થળમાં મહત્વની નીતિઓ અપનાવવી પડે તથા અવિચારી ખર્ચ ટાળવા.

મીન
વિસરાયેલા સંબંધો ફરીથી તાજા થતા જણાય, વધારાની આવક કરવાના પ્રયત્ન સફળ થાય તથા યજ્ઞ યાગાદિનું આયોજન સંભવ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *