gujarat24

Aaj Nu Rashifal (આજનું રાશિફળ), October 4, 2024: આ રાશિના જાતકોના અટકેલા કાર્ય પૂર્ણ થઈ શકે, જાણો 12 રાશિના જાતકોનું રાશિફળ

Aaj Nu Rashifal (આજનું રાશિફળ), Horoscope Today, October 4, 2024

મા આદ્યશક્તિની આરાધનાના પર્વ શારદીય નવરાત્રિની ઉજવાઈ રહ્યો છે. આજે ગુજરાતી પંચાંગ મુજબ, 4 ઓક્ટોબર શુક્રવારે વિક્રમ સંવત 2080ના આસો સુદ ​​​​​​પક્ષની બિજ તિથિ છે. તો ચંદ્રરાશિ તુલા અને રાહુ કાળ 10:41:04થી 12:09:27 સુધી રહેશે. ત્યારે શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક જનાર્દન પુરોહિત પાસેથી જાણીએ કે, આજે તમામ રાશિના જાતકો માટે બીજા નોરતાનો દિવસ કેવો રહેશે.

સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.

મેષ (Aries)

આજે શુક્રવારના દિવસે પારિવારિક સમરસતા જળવાઈ રહે, અગત્યનાં કાર્યોમાં સફળતા જણાય તેમજ દિવસ ધીરજતાથી પસાર કરવો.

વૃષભ (Taurus)

વાણી-વર્તનમાં સંયમ રાખવો હિતાવહ, વ્યવહારિક પ્રશ્નોનું નિરાકરણ સંભવ તથા વ્યક્તિગત સંબંધોમાં સાચવીને ચાલવું.

મિથુન (Gemini)

આપના જટિલ વિવાદો નિવારાય, સામાજિક સંબંધમાં મીઠાશ વધે તથા નાણાકીય લેવડ – દેવડ વિચારીને કરવી હિતાવહ.

કર્ક (Cancer)

અટકાયેલા કાર્યો પૂર્ણ થતા જણાય, પારિવારિક શાંતિ જળવાઈ રહેશે તેમજ આનંદ-પ્રમોદમાં સમય પસાર થાય.

સિંહ (Leo)

કાર્યક્ષેત્રમાં ધન લાભ સંભવ બને, ગૂંચવાયેલી બાબતોનો નિકાલ જણાય તથા પારિવારિક વાતાવરણ ઉલ્લાસમય બની રહેશે.

કન્યા (Virgo)

મહેનતનું મધુર પરિણામ જણાય, પોતાના વિચારોને અમલ મુકવામાં વધુ જીદ ના કરવી તથા પારિવારિક સુખ જળવાઈ રહેશે.

તુલા (Libra)

નિર્ધારિત કાર્ય આગળ વધતા જણાય, કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી મળી શકે તથા આર્થિક સમસ્યાનો હલ જોવા મળે.

વૃશ્રિક (Scorpio)

મનની મુંજવણો દુર થતી જણાય, નાણાકીય નવી તકનું નિર્માણ સંભવ અને કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી મળી શકે.

ધન (Sagittarius)

શુભ કાર્યોની શરૂઆત થતી જણાય, આર્થિક માર્ગોમાં કઠિન સમય હળવો બનતો જણાય તથા પારિવારિક કલેસ ટાળવો.

મકર (Capricorn)

આર્થિક બાબતોમાં નવીન તક જણાય, કાર્યક્ષેત્રમાં અણબનાવ ટાળવો અને પ્રિયજનથી મુલાકાત સંભવ.

કુંભ (Aquarius)

નાણાકીય મૂંઝવણો નો માર્ગ જણાય, પારિવારિક સમસ્યાનું નિરાકરણ જણાય તથા માનસિક ચિંતાઓ દૂર થતી જણાય.

મીન (Pisces)

વિચારો સકારાત્મક રાખવા, નાણાકીય વ્યવહાર સાચવીને કરવો અને યાત્રા–પ્રવાસનું આયોજન સંભવ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *