gujarat24

Aaj Nu Rashifal (આજનું રાશિફળ), October 5, 2024: આ રાશિના જાતકોના દિવસ આનંદમય પસાર થશે, જાણો 12 રાશિના જાતકોનું રાશિફળ

Aaj Nu Rashifal (આજનું રાશિફળ), Horoscope Today, October 5, 2024

મા આદ્યશક્તિની આરાધનાના પર્વ શારદીય નવરાત્રિની ઉજવાઈ રહ્યો છે. આજે ગુજરાતી પંચાંગ મુજબ, 5 ઓક્ટોબર શનિવારે વિક્રમ સંવત 2080ના આસો સુદ ​​​​​​પક્ષની ત્રીજ તિથિ છે. તો ચંદ્રરાશિ તુલા અને રાહુ કાળ 09:12થી 10:40 સુધી રહેશે. ત્યારે શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક જનાર્દન પુરોહિત પાસેથી જાણીએ કે, આજે તમામ રાશિના જાતકો માટે ત્રીજા નોરતાનો દિવસ કેવો રહેશે.

સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.

મેષ (Aries)

આજે ધીરજના ફળ મીઠા એ ધ્યાનમાં રાખીને આગળ વધવું, વિવાદથી અંતર જાળવવુ અને વર્તમાનમાં જીવવાનો પ્રયત્ન કરવો.

વૃષભ (Taurus)

પારિવારિક આનંદ જળવાઈ રહેશે. આપની મહેનત રંગ લાવતી જણાય તથા વર્તમાનમાં જીવવાનો પ્રયત્ન કરવો.

મિથુન (Gemini)

મન અને ધન પર કાબુ રાખવો. યાત્રા-પ્રવાસનું આયોજન સંભવ અને સાંજના સમયમાં મહત્વના કાર્યોમાં સાનુકુળતા જણાય.

કર્ક (Cancer)

મનની મુંજવણો દુર થતી જણાય. પ્રવાસ વિશેષ ફળદાયી બની રહેશે તથા સત્કાર્યમાં દિવસ પસાર થાય.

સિંહ (Leo)

અંગત વિવાદો નિવારાય, ટૂંકા પ્રવાસનું આયોજન સંભવ પરંતુ બદલાતા હવામાનને લગતી બીમારી પરેશાન કરી શકે છે.

કન્યા (Virgo)

ઓછું બોલવુ અને તમારા કાર્યને બોલવા દેવું, જીવન સાથી સાથે આનંદ પૂર્વક સમય પસાર થાય અને કાર્યક્ષેત્રે લાભની સંભાવના.

તુલા (Libra)

મનનાં મનોરથો ફળતા જણાય, આર્થિક પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જોવા મળે તથા દિવસ આનંદમય પસાર થાય.

વૃશ્રિક (Scorpio)

કેટલાક કાર્યોમાં વિઘ્ન આવતુ જણાય. નવા વ્યક્તિઓ સાથે મુલાકાત સંભવ બને અને આનંદ-પ્રમોદમાં દિવસ પસાર થાય.

ધન (Sagittarius)

પારિવારિક સહયોગથી મહત્વના કાર્ય પૂર્ણ થાય સાથે દાનકાર્ય સંભવ પરંતુ આરોગ્ય કાળજી માંગી લેતું જણાય.

મકર (Capricorn)

વિચારેલી યોજનાઓને અમલ માં મૂકી શકાશે. દાંપત્ય જીવનમાં ઉમંગ ઉલ્લાસ જળવાઈ રહેશે તથા યજ્ઞ-યાગાદિનું આયોજન સંભવ.

કુંભ (Aquarius)

નિર્ણય-વાયદામાં સાવચેતી રાખવી. સામાજિક માન સમ્માન વધે તથા મોસાળમાંથી સારા સમાચારની પ્રાપ્તિ સંભવ.

મીન (Pisces)

અંગત સંબંધોમાં સમર્પણની ભાવના રાખવી. નવા સાહસો વિચારીને કરવા અને આવક-જાવકનું પલ્લુ સંતુલનમાં જણાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *