Aaj Nu Rashifal, October 9, 2024
મા આદ્યશક્તિની આરાધનાના પર્વ શારદીય નવરાત્રિની ઉજવાઈ રહ્યો છે. આજે ગુજરાતી પંચાંગ મુજબ, 9 ઓક્ટોબર બુધવારે વિક્રમ સંવત 2080ના આસો સુદ પક્ષની છઠ્ઠ તિથિ છે. તો ચંદ્રરાશિ ધન અને રાહુ કાળ બપોરે 12:08થી 01:35 સુધી રહેશે. ત્યારે શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક જનાર્દન પુરોહિત પાસેથી જાણીએ કે, આજે તમામ રાશિના જાતકો માટે છઠ્ઠા નોરતાનો દિવસ કેવો રહેશે.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
મેષ (Aries)
આજે ભાગ્યનો સાથ મળે, સામાજિક સંબંધમાં મીઠાશ વધે અને નાણાકીય લેવડ-દેવડ વિચારીને કરવી હિતાવહ.
વૃષભ (Taurus)
પરિવાર તરફથી સાનુકૂળતા જણાય, નવું સાહસ વિચારીને કરવું અને દિવસ પ્રસન્નતાદાયક જણાય.
મિથુન (Gemini)
કૌટુંબિક વણઉકલ્યા પ્રશ્નોનું નિરાકરણ જણાય, કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી મળી શકે તથા માનસિક શાંતિ જળવાઈ રહે.
કર્ક (Cancer)
મહત્ત્વના કાર્યને વેગ મળે, દાંપત્યજીવનમાં ઉલ્લાસની અનુભૂતિ સંભવ સાથે જ આરોગ્ય સારું રહે.
સિંહ (Leo)
દાંપત્યજીવનમાં મધુરતા જણાય, મિલકત અંગેના પ્રશ્નોમાં સાનુકૂળતા જણાય તથા નાની ઈજાથી સાચવવું.
કન્યા (Virgo)
આર્થિક રોકાણમાં સાવચેતી રાખવી, અતિ ભાવુકતાથી સાવધ રહેવું સાથે જ કાર્યક્ષેત્રમાં હરીફ વર્ગ સાથેનો વિવાદ ટાળવો હિતાવહ રહે.
તુલા (Libra)
ઉતાવળિયો નિર્ણય લેવો નહિ, કાર્યક્ષેત્રમાં હરીફ વર્ગથી સાવધ રહેવું અને દાંપત્યજીવનમાં શાંતિ જળવાઈ રહે.
વૃશ્રિક (Scorpio)
મૂડી રોકાણમાં આંધળું અનુકરણ કરવું હિતાવહ નથી, સામાજિક કાર્યથી પ્રવાસનું આયોજન સંભવ તથા વિવાદથી દૂર રહેવું.
ધન (Sagittarius)
આપના કૌશલ્યમાં વધારો થતો જણાય, રોકાણ કરવામાં ધ્યાન રાખવું સાથે જ દિવસભર ઊર્જા જળવાઈ રહે.
મકર (Capricorn)
વ્યક્તિગત સંબંધ મધુર ફળ આપે, નવું સાહસ વિચારીને કરવું તેમ જ આર્થિક બાબતો હતાશાને ભેટ આપશે.
કુંભ (Aquarius)
આર્થિક કાર્યોમાં ધીરજથી આગળ વધવું, ઉચ્ચ અભ્યાસમાં સફળતા જણાય અને પરિવાર તરફથી કાર્યોમાં સાનુકૂળતા જણાય.
મીન (Pisces)
ખર્ચ ઓછાં થાય તેવા પ્રયત્નો કરવા, અગત્યની બાબતમાં ઉતાવળિયું પગલું ન ભરવુ, જૂના રોગમાંથી રાહત જણાય.