gujarat24

Aaj Nu Rashifal (આજનું રાશિફળ), October 3, 2024: આ રાશિના જાતકોની આર્થિક મુશ્કેલી થઈ શકે દૂર, જાણો 12 રાશિના જાતકોનું રાશિફળ

Aaj Nu Rashifal (આજનું રાશિફળ), Horoscope Today, October 3, 2024

આજથી મા આદ્યશક્તિની આરાધનાના પર્વ શારદીય નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. આજે ગુજરાતી પંચાંગ મુજબ, 3 ઓક્ટોબર ગુરુવારે વિક્રમ સંવત 2080ના આસો સુદ ​​​​​​પક્ષની એકમ તિથિ છે. તો ચંદ્રરાશિ કન્યા અને રાહુ કાળ બપોરે 13:38:22 થી 15:06:58 સુધી રહેશે. ત્યારે શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક જનાર્દન પુરોહિત પાસેથી જાણીએ કે, આજે તમામ રાશિના જાતકો માટે પહેલા નોરતાનો દિવસ કેવો રહેશે.

સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.

મેષ (Aries)

મેષ રાશિના જાતકો માટે નવરાત્રિના પ્રથમ નોરતે આર્થિક પરેશાનીઓ દૂર થઈ શકે છે, શુભ પ્રસંગો આવશે અને સાંજના સમયે આપના કાર્યમાં સાનુકૂળતા અનુભવાય.

વૃષભ (Taurus)

વૃષભ રાશિના જાતકોને સંપત્તિ મેળવવાની આશા પૂર્ણ થતી દેખાશે, જીવનમાં સ્થિરતા માટે તમે વ્યવહારિક પગલાં લેશો અને વાદ-વિવાદથી દૂર રહેવા પ્રયત્ન કરશો.

મિથુન (Gemini)

મિથુન રાશિના જાતકોએ મનના વિચારોને અમલમાં મૂકવામાં વિલંબ ન કરો, વિરોધીઓ સાથે સમજુતી શક્ય છે અને દિવસ સત્કાર્યમાં પસાર થશે.

કર્ક (Cancer)

કર્ક રાશિના જાતકોને પુરુષાર્થનું ફળ મળશે, વિચારો સકારાત્મક રાખવાથી લાભ થશે અને દાંપત્યજીવનમાં શાંતિ જળવાઈ રહેશે.

સિંહ (Leo)

સિંહ રાશિના જાતકોની બાંધેલી મર્યાદાઓથી મુશ્કેલીઓ દૂર થતી દેખાશે, પારિવારિક આનંદ જળવાતો રહેશે અને આર્થિક પ્રશ્નોનો સકારાત્મક ઉકેલ મળી શકે.

કન્યા (Virgo)

કન્યા રાશિના જાતકોને ઇષ્ટદેવની આરાધના વિશેષ ફળદાયી રહેશે, કૌટુંબિક જરૂરિયાતોને અવગણવું નહીં અને યજ્ઞ-યાગાદિનું આયોજન શક્ય છે.

તુલા (Libra)

તુલા રાશિના જાતકો માટે આજે આર્થિકક્ષેત્રમાં સફળતા મળી શકે, આર્થિક બાબતોમાં સાવધાની રાખવી જરૂરી, આ જાતકોએ નકારાત્મક વિચારોથી દૂર રહેવુ હિતાવહ રહે.

વૃશ્રિક (Scorpio)

વૃશ્રિક રાશિના જાતકોને તેમના પ્રયત્નનું ફળ મળી શકે છે, તેમના કાર્યક્ષેત્રમાં નવા કરાર પણ થઈ શકે છે, આ સાથે પારિવારિક આનંદ પણ જણવાઈ રહેશે.

ધન (Sagittarius)

ધન રાશિના જાતકોએ નકાવી વાત પર ધ્યાન આપવું નહીં, મધ્યાહન બાદ તેમને નવી તકો મળી શકે અને સ્વાસ્થ્ય સચવાય.

મકર (Capricorn)

મકર રાશિના જાતકોએ નિર્ણય કરવામાં ઉતાવળ કરવી નહીં, તેમના કાર્યક્ષેત્રના પ્રશ્નોનું નિકારણ આવશે અને માનસિક તણાવ દૂર થશે.

કુંભ (Aquarius)

કુંભ રાશિના જાતકોએ પરિવર્તન સ્વીકારીને આગળ વધવુ, તેમનો મુશ્કેલ સમય હળવો થવાની શક્યતા અને નવા નિર્ણય લેવાય તેવી પણ શક્યતા.

મીન (Pisces)

મીન રાશિના જાતકો માટે અતગત્યની યોજનાઓનો અમલ થવાની શક્યતા, ગેર સમજ ના થાય એનું ધ્યાન રાખવું, મનના વિચારમાં સફળતા મળે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *