Kanya Rashifal 2025 Vikram Samvat 2081: દિપોત્સવ ઉજવાઈ રહ્યો છે. તારીખ 2 નવેમ્બર 2024ના રોજથી વિક્રમ સંવત 2081નો પ્રારંભ થઈ રહ્યો છે આ સાથે જ ગુજરાતીઓનું નવું વર્ષ પણ શરૂ થઈ રહ્યું છે. ત્યારે આ આખું વર્ષ કન્યા રાશિના જાતકો માટે કેવું રહેશે તેના વિશે શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક પુરોહિતે જણાવ્યું છે.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
કન્યા રાશિના જાતકોનું વાર્ષિક રાશિફળ
જય શ્રી કૃષ્ણ, વર્ષના આરંભે વૃષભ રાશિમાં વક્રી છે જે આપની રાશિથી નવમાં સ્થાને ભ્રમણ કરે છે અને તે 4-2-2025થી માર્ગી થશે અને 14-5-2025થી મિથુન રાશિમાં આવશે તથા શનિ મહારાજ વર્ષની શરૂઆતમાં કુંભ રાશિમાં વક્ર ગતિથી ભ્રમણ કરે છે જે આપની રાશિથી છઠ્ઠા સ્થાને રહેશે અને 15-11-2024થી માર્ગી થશે સાથે જ 29-3-2025થી મીન રાશિમાં આવશે સાથે જ વર્ષના આરંભે રાહુ મીન રાશિમાં છે જે આપની રાશિથી સાતમા સ્થાને રહેશે અને 18-5-2025થી કુંભમાં આવે છે જે આપની રાશિથી છઠ્ઠા સ્થાને રહેશે.
નવીન કાર્યો શરૂ થશે સાથે જ ગૃહપ્રવેશનાં યોગો બને અને આર્થિક પરિસ્થિતિમાં સુધારો આવે પરંતુ ખોટા મોટા ખર્ચાઓ પર કાબુ રાખજો. આપના દાંપત્ય જીવનમાં વાદ–વિવાદથી દૂર રહેજો અને કોર્ટ–કચેરીનાં કાર્યોમાં સફળતા મળશે. સંતાનો પ્રત્યે ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખજો. આરોગ્ય એકંદરે સામાન્ય રહે અને નોકરી–ધંધામાં સારી સફળતા મળે. શેરબજારમાં સાચવવું અને ખાણ ખનીજ કે જમીન સાથે કામ કરતા લોકોએ ખાસ સાચવવું. ભાગીદારો કે સાથીદારો સાથે મતભેદની શક્યતા રહે. બિનજરૂરી યાત્રા–પ્રવાસો ન કરવા હિતાવહ રહે તથા ઊચ્ચ અભ્યાસ કરવાવાળા વિદ્યાર્થીઓએ ખૂબ જ મહેનત કરવી પડે.
સંક્ષિપ્ત માં, ડિસેમ્બર થી ફેબ્રુઆરી દરમિયાન નાણાકીય લાભ જોવા મળે અને માર્ચથી મે દરમિયાન મહત્વના કાર્યોમાં અગ્નિકસોટી કે માનસિક ચિંતાનો અનુભવ થાય. કાર્યક્ષેત્ર ની અંદર કાર્યક્ષમતા અને કાર્યદક્ષતાને ધીમે-ધીમે વધારી શકાય અને જેનો વિશેષ લાભ એપ્રિલ થી ઓગસ્ટ દરમિયાન મળી શકે. સપ્ટેમ્બર થી આપના પ્રયત્નો થી આંશિક સફળતા મળશે.
મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીનનું વાર્ષિક રાશિફળ વાંચવા અહીં ક્લિક કરો.