gujarat24

Kark Rashifal 2025: કર્ક રાશિના જાતકોના પ્રશ્નોનો ઉકેલ આવશે કે નહીં અને ક્યારે થશે અગ્નિ કસોટી, જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ

Kark Rashifal 2025 Vikram Samvat 2081: દિપોત્સવ ઉજવાઈ રહ્યો છે. તારીખ 2 નવેમ્બર 2024ના રોજથી વિક્રમ સંવત 2081નો પ્રારંભ થઈ રહ્યો છે આ સાથે જ ગુજરાતીઓનું નવું વર્ષ પણ શરૂ થઈ રહ્યું છે. ત્યારે આ આખું વર્ષ કર્ક રાશિના જાતકો માટે કેવું રહેશે તેના વિશે શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક પુરોહિતે જણાવ્યું છે.

સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.

કર્ક રાશિના જાતકોનું વાર્ષિક રાશિફળ
જય શ્રી કૃષ્ણ, વર્ષના આરંભે ગુરુ મહારાજ વૃષભ રાશિમાં વક્રી હોવાથી આપની રાશિથી અગિયારમા સ્થાને ભ્રમણ કરે છે અને જે 4-2-2025થી માર્ગી થશે અને 14-05-2025થી મિથુન રાશિમાં આવશે તથા શનિ મહારાજ વર્ષની શરૂઆતમાં કુંભ રાશિમાં વક્રી ગતિ ગતિથી ભ્રમણ કરે છે જે આપની રાશિથી આઠમા સ્થાને છે અને 15-11-2024થી માર્ગી થશે જે 29-3-2025થી મીન રાશિમાં આવશે. સાથે જ વર્ષના આરંભે રાહુ મીન રાશિમાં છે જે આપની રાશિથી નવમા સ્થાને રહે અને 18-5-2025થી કુંભમાં આવે છે જે આપની રાશિથી આઠમા સ્થાને રહેશે.

આ વર્ષે માનસિક શાંતિ એકંદરે જળવાઈ રહે અને કોર્ટ–કચેરીનાં કામકાજોનો ઉકેલ જણાય સાથે જ નવા રોકાણોથી લાભ થશે. આપના આરોગ્યના પ્રશ્નોનું નિવારણ આવશે સાથે જ આવકનાં સાધનો ઊભા થશે તથા આપની આર્થિક પરિસ્થિતિમાં સુધારો આવશે. જો દેવું હોય તો ચુકતે કરી શકો પરંતુ પ્રેમસંબંધોમાં સાવધાની રાખવી. અભ્યાસ માટે સમય સાથ આપતો જણાય અને આરોગ્ય બાબતે વર્ષ સાનુકૂળ રહે.

સંક્ષિપ્તમાં, નવેમ્બરથી જાન્યુઆરી દરમિયાન આર્થિક બાબતો એકંદરે પ્રગતિસુચક રહે પરંતુ જાન્યુઆરીથી માર્ચ દરમિયાન તમારી અગ્નિ કસોટી થતી જણાય, એપ્રિલ બાદ પડતર કાર્ય ફળતા જણાય અને જૂનથી ઓગસ્ટ માસ દરમિયાન નવીન આયોજન ગોઠવી શકાય જણાય સાથે જ ઓગસ્ટ પછી સામાજિક કાર્યોમાં સાવચેતી થી ચાલવું હિતાવહ રહે.

મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીનનું વાર્ષિક રાશિફળ વાંચવા અહીં ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *