gujarat24

Mithun Rashifal 2025: મિથુન રાશિના જાતકોને બઢતી મળશે કે નહીં અને અવરોધો દૂર ક્યારે થશે, જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ

Mithun Rashifal 2025 Vikram Samvat 2081: દિપોત્સવ ઉજવાઈ રહ્યો છે. તારીખ 2 નવેમ્બર 2024ના રોજથી વિક્રમ સંવત 2081નો પ્રારંભ થઈ રહ્યો છે આ સાથે જ ગુજરાતીઓનું નવું વર્ષ પણ શરૂ થઈ રહ્યું છે. ત્યારે આ આખું વર્ષ મિથુન રાશિના જાતકો માટે કેવું રહેશે તેના વિશે શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક પુરોહિતે જણાવ્યું છે.

સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.

મિથુન રાશિના જાતકોનું વાર્ષિક રાશિફળ
જય શ્રીકૃષ્ણ, વર્ષના આરંભે ગુરુ મહારાજ મિથુન રાશિમાં વક્રી છે. તે તમારી રાશિથી બીજા સ્થાને ભ્રમણ કરે છે જે 4-2-2025થી માર્ગી થશે અને 14-5-2025થી મિથુન રાશિમાં આવશે. જે આપની રાશિથી ત્રીજા સ્થાને રહેશે. જ્યારે શનિ મહારાજ વર્ષની શરૂઆતમાં કુંભ રાશિમાં વક્રી ગતિથી ભ્રમણ કરે છે જે આપની રાશિથી અગિયારમે છે જે 15-11-2024થી માર્ગી થશે અને 29-3-2025થી મિથુન રાશિમાં આવશે. વર્ષના આરંભે રાહુ મિથુન રાશિમાં છે જે તમારી રાશિથી બારમા સ્થાને રહે અને 18-5-2025થી કુંભમાં આવે છે.

કૌટુંબિક કે સામાજિક કાર્યોમાં અવરોધ દૂર થાય સાથે જ આપના જૂના હઠીલા દર્દોમાં રાહત જણાય અનમે વર્ષદરમ્યાન સાચી દિશામાં મહેનત કરવાની સલાહ છે. સંપત્તિ અંગેના આયોજનમાં ધીરજપૂર્વક આગળ વધી શકાય. આર્થિક આયોજનમાં ધીમી ગતિએ સફળતા મળે અને મોસાળ પક્ષ તરફથી સહકાર મળે તેવા પ્રયત્નો કરવા. આપની જૂની ઉઘરાણી ને વાદ-વિવાદ વગર ઉકેલવા પ્રયત્ન કરવો તથા ગેર સમજોથી દૂર રહેવું. યાત્રા–પ્રવાસમાં સામાન્ય મુશ્કેલી અનુભવાય સાથે જ વિદ્યાર્થીઓએ સારું પરિણામ મેળવવા સખત મહેનત કરવી પડશે.

સંક્ષિપ્તમાં, ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન મહત્વની કસોટીમાંથી પસાર થવું પડે અને માર્ચ-એપ્રિલમાં નાના પરિવર્તન બદલી કે બઢતી સ્વરૂપે જોવા મળી શકે તથા આપના ઉપરી અધિકારી તરફથી મદદ-માર્ગદર્શન આપને મદદરૂપ થશે. મે-જૂન માસ પછી જમીન-મકાન-સંપત્તિ બાબતે કોઈ શુભ સમાચાર મળી શકે સાથે જ વડીલવર્ગને ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં નાણાકીય બાબતોમાં રાહત જણાય સાથે જ ઓક્ટોબર પછી આર્થિક મધુરફળ ચાખવા મળે.

મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીનનું વાર્ષિક રાશિફળ વાંચવા અહીં ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *