gujarat24

Shardiya Navratri: નવરાત્રિમાં મા દુર્ગાના આ સ્વરૂપોની જ કેમ થાય છે પૂજા, જાણો તેનું પૌરાણિક મહાત્મ્ય

શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક જનાર્દન પુરોહિતઃ
Navratri 2024:
આજથી મા આદ્યશક્તિની આરાધનાનાં પર્વ નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. આ શારદીય નવરાત્રિમાં માઈ ભક્તો માતાજીનું સ્થાપન કરીને રાત્રે ગરબે ઘૂમીને માતાજીની આરાધના કરશે. ત્યારે આજે અમે તમને જણાવીએ કે નવરાત્રિના નવ દિવસ માતાજીના કયા સ્વરૂપની કેમ પૂજા કરવામાં આવે છે.

સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.

માતા શૈલપુત્રી (Shailputri Mata)

નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા થાય છે. મા પાર્વતી માતા શૈલપુત્રીનું અને હિમાલય રાજાની પુત્રી છે. માતા નંદીની સવારી કરે છે. તેમના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું ફૂલ છે.

માતા બ્રહ્મચારિણી (Brahmacharini Mata)

નવરાત્રિના બીજા દિવસ માતા બ્રહ્મચારિણીની પૂજા થાય છે. માતા બ્રહ્મચારિણી માતા દુર્ગાનું બીજું સ્વરૂપ છે. એવું કહેવામાં આવે છે કે જ્યારે માતા પાર્વતી અપરિણિત હતાં ત્યારે તેમને બ્રહ્મચારિણીના રૂપે ઓળખવામાં આવતા હતા.

માતા ચંદ્રઘંટા (Chandraghanta Mata)

નવરાત્રિના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા થાય છે. પૌરાણિક કથા મુજબ એવું માનવામાં આવે છે કે, મા પાર્વતી અને ભગવાન શિવના વિવાહની દરમિયાન તેમનું આ નામ પડ્યું હતું.

મા કૂષ્માંડા (Kushmanda Mata)

નવરાત્રિના ચોથા દિવસે મા કૂષ્માંડાની આરાધના થાય છે. શાસ્ત્રોમાં માતાના રૂપનું વર્ણન કરતાં જણાવવામાં આવ્યું છે કે, માતા કૂષ્માંડા વાઘની સવારી કરે છે અને તેમની આઠ બાજુઓ છે.

મા સ્કંદ માતા (Skanda Mata)

નવરાત્રિના પાંચમા દિવસે મા સ્કંદ માતાની પૂજા થાય છે. પૌરાણિક શાસ્ત્રો મુજબ ભગવાન કાર્તિકેયનું એક નામ સ્કંદ પણ છે. સ્કંદની માતા હોવાને લીધે માતાનું આ નામ પડ્યું છે. તેમની ચાર બાજુઓ છે.

માતા કાત્યાયની (Katyayani Mata)

નવરાત્રિના છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની પૂજા થાય છે. માતા કાત્યાયની દુર્ગાનું સ્વરૂપ છે અને નવરાત્રિના છઠ્ઠા દિવસે માતાના આ રૂપને પૂજવામાં આવે છે. માતા કાત્યાયની સાહસનું પ્રતિક છે. તે સિંહ પર સવાર હોય છે અને તેમની ચાર બાજુઓ છે.

માતા કાલરાત્રિ (Kalaratri Mata)

નવરાત્રિના સાતમા દિવસે માતા કાલરાત્રિની પૂજા થાય છે. નવરાત્રિનો સાતમો દિવસ માતાના ઉગ્ર રૂપ માતા કાલરાત્રિની આરાધનાનું હોય છે.

માતા મહાગૌરી (Mahagauri Mata)

નવરાત્રિના આઠમા દિવસે માતા મહાગૌરીની આરાધના થાય છે. માતાનું આ રૂપ શાંતિ અને જ્ઞા ની દેવીનું પ્રતીક છે.

માતા સિદ્ધિદાત્રી (Siddhidhatri Mata)

નવરાત્રિના અંતિમ દિવસે માતા સિદ્ધિદાત્રીની આરાધના થાય છે. એવું કહેવામાં આવે છે કે, જે કોઈપણ માતાના આ સ્વરૂપની આરાધના કરે છે તેને ત્યાં લક્ષ્મીનો વાસ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *