Sinh Rashifal 2025 Vikram Samvat 2081: દિપોત્સવ ઉજવાઈ રહ્યો છે. તારીખ 2 નવેમ્બર 2024ના રોજથી વિક્રમ સંવત 2081નો પ્રારંભ થઈ રહ્યો છે આ સાથે જ ગુજરાતીઓનું નવું વર્ષ પણ શરૂ થઈ રહ્યું છે. ત્યારે આ આખું વર્ષ સિંહ રાશિના જાતકો માટે કેવું રહેશે તેના વિશે શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક પુરોહિતે જણાવ્યું છે.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
સિંહ રાશિના જાતકોનું વાર્ષિક રાશિફળ
જય શ્રી કૃષ્ણ, વર્ષના આરંભે ગુરુ મહારાજ વૃષભ રાશિમાં વક્રી છે જે આપની રાશિથી દસમા સ્થાને ભ્રમણ કરે છે અને 4-2-2025થી માર્ગી થશે તથા 14-5-2025થી મિથુન રાશિમાં આવશે જે તમારી રાશિ થી લાભ સ્થાનમાં આવશે સાથે જ વર્ષની શરૂઆતમાં શનિ મહારાજ કુંભ રાશિમાં વક્રી ગતિ ગતિથી ભ્રમણ કરે છે તે તમારી રાશિથી સાતમા સ્થાને છે અને 15-11-2-2024થી માર્ગી થશે તથા 29-3-2025થી મીન રાશિમાં આવશે ત્યારે તમારી રાશિથી આઠમા સ્થાને આવશે અને આરંભે રાહુ મીન રાશિમાં છે જે તમારી રાશિથી આઠમા સ્થાને રહે અને 18-05-2025થી કુંભમાં આવે છે.જે આપની રાશિથી સાતમા સ્થાને રહેશે.
વર્ષ દરમ્યાન ખોટા ખર્ચાઓથી સાવધ રહેવું અને ગુસ્સા ઉપર કાબુ રાખવો હિતાવહ રહે તથા ખોટા વાદ–વિવાદ ન કરવા અને આપના ધારેલા કાર્યો વિલંબ બાદ સફળ થતા જણાય. વર્ષ દરમ્યાન આકસ્મિક ધન લાભ થશે પરંતુ સાહસથી જ સિદ્ધિ મળશે તે યાદ રાખવું. આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે ખૂબ જ સારો સમય છે તથા લગ્નજીવન કે કૌટુંબિક બાબતે ઉઅદાર વલણ રાખવું. આરોગ્ય માટે બેદરકારી ન રાખવી સાથે જ નોકરી–ધંધાનાં પ્રશ્નો હલ થશે. નોકરીમાં નવીન તકો મળે. ધાતુ-મશીનરીના વ્યવસાય સાથે સંકળાયેલા હોવ તો લાભ મળી શકે અને વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસમાં ન રહેતા સખત પરિશ્રમ કરવો પડે.
સંક્ષિપ્તમાં, ડિસેમ્બર થી ફેબ્રુઆરી દરમિયાન અણધાર્યો લાભ અનુભવાય અને માર્ચથી જૂન દરમિયાન નોકરિયાત વર્ગને નાના અવરોધ કે ફેરફાર આવી શકે. મે જુન પહેલા આર્થિક કાર્યોમાં અનુકૂળતા જણાય સાથે જ વાદવિવાદ કે કાયદા બાબતે ક્ષણિક પીછેહઠ અનુભવાય અને કાર્યક્ષેત્રમાં બઢતી – બદલી સંભવ બને. ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં નવા પ્રલોભનથી દૂર રહેવવું હિતાવહ રહે.
મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીનનું વાર્ષિક રાશિફળ વાંચવા અહીં ક્લિક કરો.