વડતાલ મંદિરમાં ગણેશોત્સવ: ગણેશ પૂજન એવં સ્થાપન કરી આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે આરતી ઉતારી, પરિસર ગણપતિ બાપ્પા મોરયાના નાદથી ગુંજી ઉઠ્યું
સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સ્વા.મંદિરના પ્રવેશ દ્વારે 199 વર્ષ પૂર્વે ભગવાન સ્વામિનારાયણ ભગવાને પધરાવેલ ગણપતિ દાદાની મૂર્તિ જિલ્લામાં સૌથી પ્રાચીન મૂર્તિ છે. આજે સવારે વડતાલ પીઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે ગણપતિદાદાનું પૂજન કરી આરતી ઉતારી હતી જ્યારે મંદિર પરિસરમાં પણ વિઘ્નહર્તાની આન-બાન અને શાન સાથે દાદાનું સ્થાપન કરવામાં આવ્યું હતું. જ્યાં આચાર્ય મહારાજે પૂજન વિધિ કરી…