gujarat24

Surat: સુરતમાં જમવાનું ખૂટતા જાન લીલા તોરણે પાછી ફરી, કન્યા પક્ષની વહારે આવી પોલીસે હસ્તમેળાપ કરાવ્યો

Surat News: વરાછામાં લગ્નના અજબ-ગજબ કિસ્સાએ ચર્ચા જગાવી છે. માતાવાડી ખાતે આવેલી વાડીમાં બિહારી સમાજના લગ્ન પ્રસંગમાં જમવાનું ખૂટી પડતા રંગમાં ભંગ પડી ગયો હતો. વર અને કન્યા પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા વરરાજા અંતિમ ઘડીએ લગ્નનો ઈન્કાર કરી જાન લઈ પરત ફરી ગયા હતા. ભર લગ્નમંડપમાં જ જાણે દુઃખોનો પહાડ તૂટી પડયો હોય તેમ…

Read More

Surat: સુરતમાં ધારાસભ્ય વિનુ મોરડિયાએ અધિકારીઓનો ઉધડો લીધો, રહેણાંક વિસ્તારમાં ગોડાઉન સામે કાર્યવાહી કરવા કહ્યું

Surat News: ધારાસભ્ય વિનુ મોરડિયાએ અધિકારીઓનો ઉધડો લીધો હતો. તેમણે કતાર ગામમાં રહેણાંક વિસ્તારમાં ભંગારના ગોડાઉન ઉપર સવાલો ઉઠાવ્યા હતા. નોટિસ આપ્યા પછી કાર્યવાહી કરશે તેવું અધિકારીએ કહેતા ધારાસભ્ય ગુસ્સે થયા હતા. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો. MLAએ કહ્યું કે, રહેણાંક મિલકતોની કાર્યવાહી વખતે નોટિસ નથી અપાતી. લોકોની…

Read More

અમદાવાદઃ શેલામાં બોયફ્રેન્ડે કીધું અને સગીરાએ પોતાના જ ઘરમાંથી લોકર ચોર્યું, પિતાએ ફરિયાદ કરતાં પોલીસે બંનેની કરી ધરપકડ

Ahmedabad News: અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતી સગીરાએ તેના બોયફ્રેન્ડના કહેવાથી તેના જ ઘરમાંથી એક લોકરની ચોરી કરી હતી. સગીરાના પિતાએ એપાર્ટમેન્ટના સીસીટીવી તપાસ કરતા તેનો ફાંડો ફૂટી ગયો હોવા છતાંય, લોકર અંગે કોઈ માહિતી ન આપતા છેવટે તેના પિતાએ પુત્રી અને તેના બોય ફ્રેન્ડ વિરૂદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસનપ્રાથમિક પુછપરછમાં જાણવા…

Read More

Ahmedabad: સ્પોકન ઈગ્લિશ શીખવવાના બહાને ખોખરામાં ટયુશન ક્લાસના સંચાલકે દુષ્કર્મ આચર્યું, અશ્લિલ ફોટો વાઈરલ કરવાની આપી હતી ધમકી

Ahmedabad News: ખોખરામાં રહેતી યુવતીને ઈંગ્લીશ ક્લાસ ચલાવતા યુવકે લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવીને બે વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું. તાજેતરમાં સંબંધ નહી રાખે તો અશ્લીલ ફોટા વાઈરલ કરવાની તથા પરિવારને મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ખોખરા પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત…

Read More

Ambaji Taranga Rail Project: રેલવે દ્વારા અંબાજીમાં સૌથી લાંબી ઓસ્ટ્રેલિયન પદ્ધતિથી સુરંગ બનાવાશે, તારંગાથી આબુરોડ ટ્રેક પર 13 ટનલ બનશે

Ambaji Taranga Rail Project Update: જગતજનની મા અંબેને ગુજરાત સહિત ભારતના અનેક રાજયોમાં ઉપરાંત વિદેશમાં રહેતા અનેક લોકો અવાર નવાર માતાજીના ચરણોમાં શિશ ઝુકાવવા માટે ધર્મપ્રેમી જનતા આવે છે. તારંગાથી અંબાજી થઈ આબુરોડ સુધી રેલવે લાઈન માટે કરોડો રૂપિયાનો પ્રોજેકટ અમલમાં મૂકાયો છે. જેથી રેલવે તંત્રએ વિદેશોમાં બનેલી રેલવે લાઈન, રેલવે સ્ટેશન, ગરનાળા અને ટનલનું…

Read More

Gandhinagar: ફ્લેટના વેચાણ વખતે ડેવલપમેન્ટ ચાર્જને નામે મોટી રકમ વસૂલી શકાશે નહીં, આગામી એક અઠવાડિયામાં નિયમો જાહેર થવાન સંભાવના

Gandhinagar News: કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીઓ કે પછી કોઓપરેટિવ સર્વિસ સોસાયટીઓમાં ફ્લેટ વેચાય અને નવા મેમ્બર આવે તો તેમની પાસેથી મન ફાવે તે રકમ ડેવલપમેન્ટ ચાર્જને નામે લેવા પર અંકુશ મૂકવાના ઇરાદા સાથે ગુજરાત સરકારનું સહકાર ખાતું નવા નિયમો તૈયાર કરી રહ્યું છે. આ નવા નિયમો થોડા અઠવાડિયાઓમાં જાહેર થવાની સંભાવના હોવાનું સહકાર ખાતાના જાણકાર સૂત્રોનું…

Read More

Ahmedabad: આજથી સોશિયલ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ, 4800 પાટીદાર યુવાનો રમશે, 3ની ફાઈનલ મેચ દુબઈમાં રમાશે

Ahmedabad News: જગતજનની મા ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં ઉજાગર કરવાના સંકલ્પ સાથે વિશ્વ ઉમિયાધામ, જાસપુર, અમદાવાદ મુકામે 100 વીઘા જમીનમાં 2 હજાર કરોડના સામાજિક નીધિ સહયોગથી વિશ્વની નવમી અજાયબી સમા વિશ્વના ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ કાર્ય હાલમાં ચાલુ છે. વિશ્વઉમિયાધામ મંદિર આસ્થાનું કેન્દ્ર તો છે પરંતુ તે સામાજિક તેમજ રાષ્ટ્ર ચેતનાનું કેન્દ્ર બને તેવી વિચારધારા સાથે…

Read More

Japan Population Crisis: ટોક્યોમાં વસ્તી વધારવા માટે અઠવાડિયામાં ત્રણ દિવસ રજા, નવા નિયમો એપ્રિલ 2025થી લાગુ થશે

Japan Four Day Work Week: જાપાનમાં વસ્તી ઘટાડાની અસર જોવા મળી રહી છે. સરકારે ઘટતા જન્મ દરને લઈને નવી પહેલ શરૂ કરી છે. આ માટે સરકાર આવતા વર્ષથી ઓફિસમાં કામના ચાર દિવસનો નિયમ લાગુ કરવા જઈ રહી છે. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો. ટોક્યોના ગવર્નર યુરિકો કોઈકેએ જાહેરાત…

Read More

ખ્યાતિકાંડ બાદ હવે PMJAYમાં ગેરરીતિ રોકવા AIની મદદ લેવાશે, દર્દીની સારવારના નામે ખોટા ડોક્યુમેન્ટ હશે તો પકડાઈ જશે

Ahmedabad News: ખ્યાતિકાંડ બાદ રાજ્ય આરોગ્ય વિભાગની ઘણી બદનામી થઈ છે. આ કારણોસર હવે PMJAY યોજના અંતર્ગત ગેરરીતી રોકવા આરોગ્ય વિભાગ સક્રિય થયુ છે. હવે PMJAY યોજનામાં ગેરરીતિ અટકાવવા માટે આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સની મદદ લેવામાં આવશે. દર્દીની સારવાર સમયે ખોટા દસ્તાવેજ હશે તો પકડાઈ જશે. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક…

Read More

રાજ્યની પ્રાથમિક શાળાના 41 લાખ વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન ઉપરાંત કેલરી-પ્રોટીનયુક્ત પૌષ્ટિક અલ્પાહાર અપાશે,નિર્ણય કરનારું ગુજરાત દેશનું અગ્રીમ રાજ્ય

રાજ્યની સરકારી અને ગ્રાન્ટ ઇન એઈડ પ્રાથમિક શાળાઓના બાલવાટિકાથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓને પી.એમ. પોષણ યોજનામાં આપવામાં આવતા બપોરના ભોજન ઉપરાંત પૌષ્ટિક અલ્પાહાર મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના દ્વારા આપવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા પઢાઈ ભી, પોષણ ભીના ધ્યેયને સાકાર કરવા સુપોષિત ગુજરાત મિશન અંતર્ગત આ મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના શરૂ કરવાનો…

Read More