Tarnetar Melo: તરણેતરના મેળામાં પહેલીવાર ભજન અને દુહા-છંદ સહિતની ગ્રામીણ સાંસ્કૃતિક સ્પર્ધાઓની જમાવટ, 27 સ્પર્ધકોને ઈનામ વિતરણ
સ્પર્ધાના બીજા દિવસે આજે સાંસ્કૃતિક કાર્યક્રમોની રંગત જામી હતી. જેમાં ભજન, દુહા-છંદ, લોકગીત, લોકવાર્તા, ભવાઈ, એકપાત્રી અભિનય, પારંપરિક ભરત ગૂંથણ, બહુરૂપી તેમજ લાકડી ફેવરવાની શ્રેણીમાં પંચાવન જેટલા કલાકારોએ પોતાની કૃતિ રજૂ કરી હતી.