વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન ભક્તિ પર્વ ઉજવાશે, 11 ભૂદેવો જનમંગલ સ્ત્રોત ઉચ્ચારતા સવા લાખ તુલસી પત્રથી હરિકૃષ્ણ મહારાજનું પૂજન કરશે
વડતાલ ખાતે શ્રીલક્ષ્મીનારાયણદેવ દ્વીશતાબ્દી મહોત્સવના ઉપક્રમે તારીખ 5 ઓગસ્ટ 2024ને સોમવારથી તારીખ 3 સપ્ટેમ્બર 2024 સુધી સ્વામિનારાયણ મંદિરમાં શ્રાવણી ભક્તિ પર્વ ઉજવાશે .