World’s Most Expensive Indian Cow: બ્રાઝિલના મિનાસ ગેરેસમાં ચાલી રહેલા પશુ મેળામાં રેકોર્ડ બન્યો છે. આ બ્રાઝિલના મિનાસ ગેરેસમાં ચાલી રહેલા પશુ મેળામાં રેકોર્ડ બન્યો છે. આ બોલી લગાવવામાં આવી હતી.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
ભારતના આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં મળનારી નેલ્લોર બ્રીડની ગાય ચર્ચામાં આવી છે. વિઆટીના 19 નામની ગાયનું વજન 1,101 કિલોગ્રામ છે. જે સામાન્ય ગાય કરતા બમણું છે. અસાધારણ જનીનો અને શારિરીક સુંદરતાના આધારે તે જાણીતી છે. આ પહેલા તેણે મિસ સાઉથ અમેરિકાનું ટાઈટલ પણ જીત્યું હતું.
શ્રેષ્ઠ લક્ષણો સાથેની દુર્લભ નેલ્લોર જાતિને ભારતમાં ઓન્ગોલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બ્રીડની ગાયો કોઈપણ પ્રકારના હવામાનનો સામનો કરી શકે છે. કોઈપણ પરિસ્થિતિમાં તેની દૂધ આપવાની ક્ષમતાને અસર પડતી નથી. વિયાટીના-19નું વેચાણ નેલ્લોર બ્રીડની વધતી માંગને દર્શાવે છે. તેમની રોગપ્રતિકારક ક્ષમતા પણ વધુ હોય છે. આ બ્રીડની ગાયને બ્રાઝિલમાં 1800ની સાલથી પાળવામાં આવી રહી છે.