Japan Four Day Work Week: જાપાનમાં વસ્તી ઘટાડાની અસર જોવા મળી રહી છે. સરકારે ઘટતા જન્મ દરને લઈને નવી પહેલ શરૂ કરી છે. આ માટે સરકાર આવતા વર્ષથી ઓફિસમાં કામના ચાર દિવસનો નિયમ લાગુ કરવા જઈ રહી છે.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
ટોક્યોના ગવર્નર યુરિકો કોઈકેએ જાહેરાત કરી કે, આવતા વર્ષે એપ્રિલ મહિનાથી કર્મચારીઓ પાસે અઠવાડિયામાં ત્રણ દિવસ રજા લેવાની છૂટ હશે. છેલ્લા કેટલાક વર્ષોમાં બાળકોના ઉછેર માટે માતા-પિતા તેમની નોકરીઓ છોડતા હોવાની વાત સામે આવ્યા બાદ ટોક્યોમાં નિર્ણય લેવામાં આવ્યો છે.
જાપાનમાં માત્ર 7,27,277 બાળકોનો જન્મ થયો હતો. ઘટતા જન્મદરને દેશના ઓવરટાઈમ કલ્ચરનું પરિણામ માનવામાં આવતું હતું. જે મહિલાઓને કારકિર્દી અને પરિવાર વચ્ચે એકની પસંદગી કરવા મજબૂર કરતી હતી. જાપાનમાં 72 ટકા પુરુષો જ્યારે ૫૫ મહિલાઓ નોકરી કરે છે.